વિધાનસભામાં બજેટ સત્રનો પાંચમો દિવસ, મહત્વના મંત્રાલય પર થશે ચર્ચા - legislative
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનો આજે પાંચમો દિવસ છે. જેમાં ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ગુજરાત વિધાનસભાની અંદર પાંચ દિવસના સત્રમાં માર્ગ અને મકાન, આરોગ્ય, નાણાં વિભાગ, તબીબી, શિક્ષણ અને નર્મદા જેવા મુદ્દા પર પ્રશ્નોત્તરી થશે. જેમાં પ્રતિઉત્તરમાં સરકાર પોતાનો પક્ષ રજૂ કરશે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા 116ની નોટિસ મુજબ ખંભાતમાં થયેલા રમખાણમાં અસરગ્રસ્ત લોકોને સહાય આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.