સુરતના યુવાને માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે માટે લિપ સ્ટિક મોકલી, જાણો કારણ
🎬 Watch Now: Feature Video
સુરત: મુંબઈમાં શિવસેનાના કાર્યકરો દ્વારા નેવીના પૂર્વ ઓફિસર પર જીવલેણ હુમલાને લઇ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં પણ જોવા મળ્યા છે. જ્યારે એક યુવાને આ ઘટનાથી આહત થઈ ઉદ્ધવ ઠાકરેને લિપ સ્ટિક મોકલી છે. સુરતમાં કોચિંગ ક્લાસ ચલાવતા યુવરાજ પોખરણાએ મુંબઈમાં પૂર્વ નેવી ઓફિસર ઉપર થયેલા જીવલેણ હુમલાના કારણે રોષે ભરાઈ માતોશ્રી આવાસ ખાતે લિપ સ્ટિક મોકલી છે. યુવરાજે જણાવ્યું હતું કે આ અગાઉ કંગના રનૌતને અપશબ્દ બોલી તેમના ઓફીસને તોડી પાડવામાં આવી ત્યાં સુધી ગુંડાગર્દી ચલાવી લેવાઈ હતી પરંતુ દેશ માટે જીવન સમર્પિત કરનારા નેવી ઓફિસરની સાથે શિવસેનાના કાર્યકર્તા દ્વારા જે ગુંડાગર્દી કરવામાં આવી તે ખૂબ જ નિંદનીય છે. આવી નિંદનીય ઘટનાને વખોડી કાઢવા માતૃશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેને લિપ સ્ટિક મોકલી અને તેમને રાજકારણ છોડી દેવા અપીલ કરી છે.