રાજકોટમાં ST બસ પોર્ટમાં બસ ડ્રાઈવરે યુવકને અડફેટે લેતા ઘટના CCTVમાં કેદ - એ ડિવિઝન
🎬 Watch Now: Feature Video
રાજકોટમાં ST બસ પોર્ટમાં એસટી બસના ડ્રાઈવરે એક યુવક પર બસ ચઢાવી દીધી હતી, ત્યારબાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, આ સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. પોલીસ CCTV કેમેરાના આધારે તપાસ કરશે. યુવકના ભાણેજ દિપક પરમારે બસના ડ્રાઈર સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના મામા રાજેશ વાઘેલા ચાલીને જતા હતા. તે દરમિયાન બસ ડ્રાઈવરે બેદરકારીપૂર્વક તેમના મામા પર બસ ચઢાવી દીધી હતી.