ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ કેસ, માણસા તાલુકામાં સૌથી ઓછા કોરોના કેસ, પાટનગરને 'લાલ બત્તી' - ગાંધીનગર શહેર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7162747-thumbnail-3x2-gdr.jpg)
ગાંધીનગરઃ જિલ્લા અને શહેરમાં સૌ પ્રથમ કેસ સેક્ટર 29 નોંધાયો હતો. દુબઈથી આવેલા યુવાન 18 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સતત 12 કેસ યુવકના સંપર્કમાં આવેલા લોકો જ પોઝિટિવ આવતા હતા. આ યુવાનના સહિત તેના 5 પરિવારજનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી ગાંધીનગર શહેર અને જિલ્લામાં 140 કેસ નોંધાયા છે. એક સમય માટે વિસ્તાર કોરોના મુકત જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદથી આવતા લોકોના કારણે પાટનગર ફરીથી કોરોનાથી સંક્રમિત થયું છે. જે સિલસિલો હજુ પણ ચાલુ જ છે. ગાંધીનગર શહેરમાં ગામડા પણ બાકી રહ્યા નથી. દહેગામ કલોલ માણસા અને ગાંધીનગર તાલુકામાં સૌથી વધારે કેસ ગાંધીનગરમાં અને સૌથી ઓછા કેસ માણસા તાલુકામાં નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. જેને લઇને સરકારે પાટનગરને રેડ ઝોન જાહેર કર્યું છે.