નડિયાદનું સુપ્રસિદ્ધ સંતરામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું
🎬 Watch Now: Feature Video
નડીયાદઃ અનલોક-1 અંતર્ગત સરકાર દ્વારા સોમવારથી શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક સ્થળોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. જેને લઇ આજે સેવા પ્રવૃત્તિઓ માટે સુપ્રસિદ્ધ નડિઆદનું સંતરામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું છે. કેટલાય દિવસો બાદ શ્રદ્ધાળુઓએ આજે કોરોનાના નિયોમોનું ચુસ્ત રીતે પાલન કરી સંતરામ સમાધિસ્થાનના દર્શન કર્યા હતા. મંદિર દ્વારા દર્શનાર્થે આવનાર તમામ શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા, સેનેટાઈઝ થવા તેમજ સોશિયલ ડીસ્ટન્સ જાળવવા સહિતના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.