જૂનાગઢઃ કેશોદ તાલુકાના શિક્ષકોએ ઓનલાઈન ધરણાં કર્યા
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના કેશોદ તાલુકામાં શિક્ષકોએ 4200 ગ્રેડ પેની માગણી સાથે ઓનલાઇન પ્રતિક ધરણાં કર્યા હતાં. જેમાં સન 2010 કે તે પછી ભરતી થયેલા તાલુકાના 70 કરતાં વધુ શિક્ષકો જોડાયા હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર 2019માં રાજય સરકાર દ્વારા 4200 ગ્રેડ પે ઘટાડી 2800 કરી નાખ્યો હતો. જે અનુસંધાને ફેબ્રુઆરી માસમાં શિક્ષકોની ગાંધીનગર ખાતે એક મીટિંગ યોજાઇ હતી. ત્યારબાદ લોકડાઉન થતાં શિક્ષકોએ સંગઠિત બની વિરોધ નોંધાવવા ઓનલાઇનનો સહારો લીધો છે. શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયામાં 4200 ગ્રેડનું સમર્થન મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગત શુક્રવાર અને સોમવારે રાજ્ય સરકારે મીટિંગ યોજી હતી. જેમાં સફળતા ન મળતાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેજ કરવામાં આવી રહ્યું છે.