સુરત શહેરમાં કોની સરકાર? મતગણતરીને લઇને સવારે 07ઃ30 વાગ્યાની સ્થિતિ - સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ
🎬 Watch Now: Feature Video
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને 21 ફેબ્રુઆરીના રોજ શહેરમાં 43.82 ટકા મતદાન નોંધાયું હતું. જેની મતગણતરી આજે મંગળવારે થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો છે. જેમાંથી 60 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ સુરતમાં કુલ 32, 88, 352 મતદારો હતા. જે પૈકી 15, 17, 238 પુરુષો, 14, 70, 999 મહિલા અને 110 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.