કેવડિયામાં બીજેપી પ્રદેશ કારોબારીની યોજાઇ બેઠક, રાજનાથ સિંહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત - mitting
🎬 Watch Now: Feature Video
કેવડિયામાં બીજેપી પ્રદેશ કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. કેવડિયા બીજેપી પ્રદેશ કારોબારીની બેઠકમાં જતા પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા મુખ્યપ્રધાન વિજય રૂપાણી ,નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓએ સરદાર પટેલની પ્રતિમાએ જઇ સરદારને વંદન કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, કોરોનામાં મોટી કારોબારી મીટીંગ બધાને નિમંત્રણ આપીને કરી શક્યા ન હતા, હવે ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા આ મોટી કારોબારીનું આયોજન કેવડિયામાં નર્મદા મૈયાના પવિત્ર કિનારે, સરદાર પટેલની છત્રછાયામાં કરવામાં આવ્યું છે.