વડોદરામાં સમર્પણ સોસાયટીમાં થયેલા અશાંતધારા કાયદાના ભંગ મામલે રહીશોએ ક્રિમિનલ ફરિયાદ નોંધવા રજૂઆત કરી - Vadodara Police Commissioner
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેર નજીક વાસણા રોડ ઉપર આવેલા સમર્પણ બંગ્લોઝ નામની સોસાયટીમાં ફિરોઝ કોન્ટ્રાક્ટર નામના વ્યક્તિએ પોતે પારસી તરીકેની ઓળખ પુરાવા રજૂ કરી મિલકત ખરીદ કર્યા બાદ પોતે મુસ્લિમ બતાવી મુસ્લિમને મિલકત વેચી દેતા વિવાદ થયો છે. આ અંગે સોસાયટીના રહીશોએ અશાંતધારા સમિતિની રચના કરી લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, તેમ છતાં પણ અશાંત ધારા કાયદાના ઉલ્લંઘન સાથે મિલકતની બાંધ કામગીરી ચાલુ રહેતા મંગળવારે રહીશો વકીલ નિરજ જૈનની સાથે પોલીસ ભુવન પહોંચ્યા હતા. જ્યાં પોલીસ કમિશ્નર સમક્ષ ફિરોજ કોન્ટ્રાક્ટર અને અધ્ધરતાલ તપાસ કરનારા તમામ સંકળાયેલા અધિકારીઓ વિરુદ્ધ ગુજરાત ડિસ્ટર્બ એરીયા એકટ અશાંત ધારાના ભંગ બદલ ક્રિમિનલ ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરી હતી.