રવિન્દ્ર જાડેજાના પત્નીએ ગોબરમાંથી બનાવેલા ગણેશની સ્થાપના કરી - news of rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીના પર્વની શરૂઆત થઈ ગઈ છે. એવામાં કોરોનાની મહામારીના કારણે સરકાર દ્વારા જાહેરમાં ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ત્યારે તમામ ભક્તો દ્વારા આ વર્ષે પોતાના ઘરમાં ગણેશજીની પ્રતિમા બેસાડીને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ પોતાના નિવાસ સ્થાને ગણેશજીની મૂર્તિનું સ્થાપન કર્યું છે. જે અંગેનો મેસેજ રિવાબાએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ગણેશજીની મૂર્તિ ખાસ ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ રિવાબાએ વડાપ્રધાન મોદીના અભિયાન લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાની લોકોને સલાહ આપી છે.