રાજકોટ પોલીસની મહિલાઓ માટેની સુરક્ષિતા એપને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ - રાજકોટની એપ્લિકેશન
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજકોટ પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ખાસ પ્રકારની બનાવવામાં આવેલી સુરક્ષિતા એપ્લિકેશનને દિલ્હી ખાતેથી સિલ્વર એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. દેશના અલગ અલગ 500 જેટલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રાજકોટની એપ્લિકેશનને પસંદ કરવા આવતા રાજકોટ પોલીસ માટે ગૌરવની વાત છે. આ એપને ડિસેમ્બર 2019માં અંજલિ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશનની વિશેષતા છે કે, તેમાં રાજકોટના અંદાજીત 30 હજાર જેટલી રીક્ષાઓનો ડેટા એકત્ર કરવામાં આવ્યો છે.