રાજકોટ: જામકંડોરણાના દુધીવદરથી ઇશ્વરીયા ગામ તરફ જવાનો કોઝવે તૂટ્યો
🎬 Watch Now: Feature Video
રાજકોટ : હવામાન વિભાગની આગાહીને લઈને જામકંડોરણા પંથકમાં સતત 6 દિવસથી ભારે વરસાદને લઇને ફોફળ નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીના ઘસમસતા પ્રવાહને લીધે દુધીવદરથી ઈશ્વરીયા જવાનો કોઝવે તૂટી ગયો હતો. દુધીવદરથી ઈશ્વરયા જવા માટે લોકોને 14 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. 3 વર્ષ પહેલા 2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ કોઝવે દર ચોમાસે કોઝવેની આજ પરિસ્થિતિ રહે છે. હાલ તંત્ર દ્વારા આ કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે.