ભરૂચમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમમાં ઠંડક - ભરૂચ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ છેલ્લા ઘણા સમયથી નગરજનો જેની રાહ જોઈ રહ્યાં હતા તેવા મેઘરાજાની આજે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. મેઘરાજાએ સતત 15 મિનિટ સુધી આકાશમાંથી ધરતી પર અમૃત વર્ષા કરી હતી. વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ કેટલાક નગરજનોએ પ્રથમ વરસાદમાં ન્હાવાની મોઝ માણી હતી. પ્રથમ વરસાદના ફોરાઓએ જીવસૃષ્ટિને પ્રફુલ્લિત કરી દીધી હતી.રાજ્યમાં ચોમાસા પહેલા મેઘરાજા મન મુકીને વરસતા આ વર્ષે ચોમાસું સારું જાય એવી ધરતીપુત્રો આશા સેવી રહ્યા છે.