લોકડાઉનમાં ઢીલ મળતા બુટલેગરો બન્યાં બેફામ, પોલીસે દારૂ કર્યો જપ્ત - દારુ જપ્ત
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ લોકડાઉન-5 (અનલોક-1)માં કેટલીક છૂટછાટ મળતા બુટલેગરોએ પણ દારૂની હેરાફેરી શરૂ કરી દીધી છે. વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલી સયાજીપુરા APMC પાસે PCBએ એક ગોડાઉન પર રેડ પાડી હતી. દારૂનું કટિંગ વખતે PCBએ રેડ પાડતા બુટલેગરો ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસને ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા અને એક્ટિવા અને દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.