વડોદરામાં સ્કૂલ-કોલેજના પ્રથમ સત્રની ફી માફીની માગ સાથે NSUI દ્વારા સૂત્રોચ્ચાર, પોલીસે કરી અટકાયત - ફી મુદ્દે હોબાળો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે શૈક્ષણિક સંકુલો ફી ભરવા માટે વાલીઓને દબાણ કરતાં હોવાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને NSUI દ્વારા પ્રથમ સત્રની ફી માફીની માંગણીને લઇ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના અકોટા દાંડિયાબજાર ચારરસ્તા ખાતે આજે શનિવારે NSUI વડોદરા શહેર પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં પોસ્ટર સાથે દેખાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચક્કાજામ કરવાની કોશિશ કરાતાં રાવપુરા પોલીસ દ્વારા NSUIના 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.