રાજકોટ મનપાના આરોગ્યકર્મીઓની પગાર મુદ્દે હડતાળ - medical staff of rajkot mnc protested for salary issues
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ છે ત્યારે રવિવારે અચાનક જ રાજકોટ મહાનગરપાલિકાના ધનવંતરી રથ, સંજીવની રથ તેમજ કોરોના ટેસ્ટિંગ વાહનચાલકો હડતાળ પર ઉતર્યા હતા. તેમની માગ હતી કે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી તેમને પગાર આપવામાં આવ્યો નથી. જેની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ વાહનો જઈને શહેરીજનોને નિઃશુલ્ક કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની આયુર્વેદિક દવાઓ અને ઉકાળાનું વિતરણ કરતા હોય છે. પરંતુ રવિવારે આ કર્મીઓ હડતાળ પર ઉતરતા મનપાની આ કામગીરી થંભી ગઈ હતી.