મોરબીની પેઢીમાં કેરળ આઈટી વિભાગની ટીમના દરોડા - મોરબી પેઢીમાં કેરળ આઈટી વિભાગના દરોડા
🎬 Watch Now: Feature Video
મોરબીઃ વાંકાનેર હાઈવે પર લાલપર નજીક આદ્યશક્તિ ચેમ્બરમાં આવેલા એબીસી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ઇન્ડિયા પ્રાઈવેટ લીમીટેડ નામની પેઢીમાં કેરળના આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. જે કાર્યવાહીમાં રાજકોટ આઈટી કચેરીના અધિકારીઓ પણ જોડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કેરળમાં આ પેઢીને મોટો વ્યાપાર હોય અને ભારતના જુદા જુદા રાજ્યોમાં પોતાની બ્રાંચ કાર્યરત છે. તેથી મોરબીની બ્રાંચ ઓફિસમાં કેરળના આઈટી ટીમે સર્ચ ઓપરેશન શરુ કર્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં છેલ્લા વર્ષોમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં મોટો વેપાર કરવામાં આવ્યો હોય અને પેઢીની સઘન તપાસમાં બેનામી વ્યવહારોનો ખુલાસો થાય તથા મોટી બેનામી સંપતિ પણ ધ્યાનમાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.