24 જૂનથી જામનગર ગ્રીન માર્કેટ બપોર સુધી જ ખુલ્લું રહેશે - green market
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણના કારણે બુધવારથી જામનગર ગ્રીન માર્કેટ બપોર બાદ બંધ રહેશે. વેપારી એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વેપારીઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે વેપારી એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક રીતે ગ્રીન માર્કેટ બપોરે 2 કલાકથી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 135 કેસ નોંધાયા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 65 લોકો સારવાર લઇ રહ્યા છે.