મોરબી જલારામ મંદિર દ્વારા 32 અસ્થિઓનું સોમનાથમાં સામૂહિક વિસર્જન કરાશે - ત્રિવેણી સંગમ
🎬 Watch Now: Feature Video
મોરબી: જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવે છે. જેમાં 15 બિનવારસી મૃતદેહોના સહિત કુલ 32 અસ્થિઓના વિસર્જન માટે સેવાભાવીઓની ટીમ સોમનાથ રવાના થઇ છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ ગ્રહણ પહેલા સ્વર્ગીયોનાં અસ્થિઓનુ વિસર્જન કરવું અનિવાર્ય હોય છે. ત્યારે સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા સામુહિક અસ્થિ વિસર્જન કરવામા આવશે.