અમદાવાદ: ઇન્ટર્ન તબીબોની હડતાળનો બીજો દિવસ, માંગને લઈને તબીબો અડગ - ઇન્ટર્ન તબીબો હડતાળ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાતના 2200 ઇન્ટર્ન તબીબો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો બીજો દિવસ છે. સરકાર સાથે વાતચીત બાદ પણ નિવારણ ન આવતા બીજા દિવસે પણ હડતાળ યથાવત જ રહી છે. કોરોના કાળ દરમિયાન તબીબીઓએ પોતાની ફરજ નિભાવી છે ત્યારે ઇન્ટર્ન તબીબો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. કારણ કે અન્ય રાજ્યોમાં ઇન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડના 25,000 કરતા પણ વધારે રૂપિયા આપવામાં આપવામાં આવે છે જ્યારે ગુજરાતમાં 12,800 રૂપિયા જ આપવામાં આવે છે. તેવામાં તબીબો 12,800ના બદલે 20,000 સ્ટાઈપેન્ડ આપવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે.