રાજકોટમાં કોરોનાના દર્દીને અપાયેલા ભોજનમાંથી મંકોડો નીકળ્યો, વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાનો વીડિયો અગાઉ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાલના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, રોટલીમાંથી મરેલો મંકોડો જોવા મળી રહ્યો છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર ખૂબ જ સારી રીતે થઇ રહી હોવાની જાહેરાતો કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ તેમને હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવે છે. જે સરકારના દાવાને પોકળ સાબિત કરે છે. આ સમગ્ર ઘટના શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની છે.
Last Updated : Sep 11, 2020, 9:45 PM IST