જૂનાગઢમાં ભેસાણ પોલીસે 10 વર્ષમાં પકડેલી 21,000થી વધુ દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યું - ભેંસાણ મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટ વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં પોલીસે દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. છેલ્લા 10 વર્ષ દરમિયાન પોલીસે પકડેલી 21,000થી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ સાથે જ પોલીસે 70થી 80 લાખ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. તો આ સમયે નાયબ કલેક્ટર, DySP અને વહીવટી તંત્રના અધિકારી સહિત કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. આ અંગે ભેસાણના મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષ દરમિયાન પકડી પાડવામાં આવેલી 70થી 90 લાખની અંદાજિત કિંમતની અંદાજિત 21,000થી વધુ દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો છે.