જામનગરમાં 'મારો મત કોંગ્રેસ'ને લખેલા માસ્કનું વિતરણ થયું - news of jamnagar city
🎬 Watch Now: Feature Video
જામનગર: ગુજરાત સરકાર રાજ્યમાં કોરોનાને નાથવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે જામનગર મનપા વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાની હેઠળ અને કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમ માડમની ઉપસ્થિતિમાં કોંગ્રેસ નગરસેવકો અને જામનગર શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે જાહેરમાં 'મારો મત કોંગ્રેસ'ને લખેલા કોંગ્રેસના સિમ્બોલવાળા માસ્કનું વિતરણ કરી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિપક્ષે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.