jagannath rath yatra 2021 : ગૃહપ્રધાન અમિત શાહે કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી - અમિત શાહ સમાચાર
🎬 Watch Now: Feature Video
આજે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા ( jagannath rath yatra 2021 ) યોજાઈ રહી છે. કોરોનાને કારણે ભારે અસમંજસ બાદ આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે શહેરભરમાં કરફ્યૂ અને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જગતના નાથ નગરચર્યાએ નિકળશે. સવારે 4 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રા રદ્દ થઈ હતી. ત્યારબાદ અમિત શાહ સહપરિવાર જગન્નાથના દર્શને આવ્યા હતા. અહીં તેઓએ જગન્નાથની આરતીની સાથે ગૌ પૂજન પણ કર્યું હતું. શાહ પરિવાર જગન્નાથજીનો ભક્ત છે ત્યારે દર વર્ષની જેમ પરંપરાગત રીતે દેશના ગૃહપ્રધાન અમિત શાહ ( Amit Shah ) રથયાત્રા પહેલા જગન્નાથજીના દર્શન કરી મંગળા આરતી કરી ધન્યતા અનુભવી હતી.