જામનગરમાં જૈન સમાજ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની કરાઈ ઉજવણી

🎬 Watch Now: Feature Video

thumbnail
જામનગરઃ શહેરમાં જૈન સમાજના પર્વાધિરાજ પવિત્ર પર્યુષણ પર્વના શનિવારે અંતિમ દિવસે જૈન સમાજ દ્વારા કોરોનાના કારણે પર્યુષણ પર્વ નિમિત્તે યોજાતા સતત 8 દિવસના તમામ ધાર્મિક અને પરંપરાગત ઉત્સવ મોકૂફ રાખી સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના ચાંદી બજાર ખાતે આવેલા શેઠ દેરાસરજી સહિતના જૈન દેરાસરોમાં સવારથી જ જૈન સમુદાયના લોકો ભગવાન મહાવીર સ્વામીના દર્શન અને આરતી-પૂજન કરી સંવત્સરીની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. પ્રતિક્રમણ પહેલા સર્વે જીવોને ખમાંવવામાં આવ્યા હતા. પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો પણ ખૂબ જ સાદગીથી યોજવામાં આવ્યા હતા અને ખાસ કરીને તપ, આરાધના અને કરૂણાના આ પાવન અવસર પર તમામ જૈન જૈનાંતરોએ એક બીજાને મિચ્છામી દુક્કડમ કહી સંવત્સરીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.