બે દિવસના વિરામ બાદ રાજકોટમાં ફરી અડધો ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તો થયા પાણી પાણી - રાજકોટ વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં શુક્રવારે વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ અચાનક વરસાદ આવતા રાજકોટના નિચાણવાળા વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા હતા. રાજકોટના 150 ફૂટ રોડ પર આવેલ મવડી ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજુ બે દિવસ અગાઉ જ રાજકોટમાં 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને લઈને આજીનદીની આસપાસના નિચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જે હજુ ઓસર્યા નથી, ત્યાં બે દિવસ બાદ ફરી રાજકોટમાં ધોધમાર વરસાદ આવતા ફરી નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમા મુકાયા હતા.