જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદનું આગમન - Meteorological Department
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સતત ઝરમર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે રવિવારે બપોરના 12 કલાક બાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મુજબ આગામી ત્રણ દિવસ જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાને રાખીને જૂનાગઢ શહેર અને જિલ્લામાં આગામી બે દિવસ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે.