પ્રદૂષણ વચ્ચે ટ્રાફિક પોલીસ પ્રજાની માટે ખડે પગે - પ્રદૂષિત શહેર
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ સમગ્ર વિશ્વ જ્યારે પર્યાવરણની સુરક્ષાને લીધે ખૂબ ચિંતિત છે. એક સર્વે અનુસાર ભારતમાં ઘણા શહેરો પ્રદૂષણના લીધે રહેવા માટે સુરક્ષિત નથી. ઘણા શહેરોમાં પોલ્યુશનનું પ્રમાણ ખૂબ ઊંચું છે. ખતરારૂપ પ્રદૂષિત શહેરોના આંકડાઓ જોતાં અમદાવાદ સુરક્ષિત શહેરોની યાદીમાં આવતું નથી. અમદાવાદના ફરતે આવેલા રિંગરોડની બિસ્માર હાલત છે. વાહનો દ્વારા રસ્તા પર ઉડતી ધૂળનું પ્રમાણ અતિશય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલા પ્રદૂષિત વાતાવરણની વચ્ચે પણ રીંગ રોડ ઉપર ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા અકસ્માત ન થાય અને કાયદાનું પાલન કરાવા સતત ધૂળ વચ્ચે પણ પોતાની ફરજ અદા કરતા જોવા મળે છે. ત્યારે અમદાવાદ રહેવાને યોગ્ય ન હોય તેવા W.H.O. દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પોતાના જીવના જોખમે પ્રજાની સુરક્ષા માટે પોતાની ફરજ અદા કરતા આ ટ્રાફિક પોલીસ જવાનોની સ્વાસ્થય શું ચિંતાનો વિષય નથી?