ગોંડલ મામલતદારની કાર કોમ્પ્યુટર ઓપરેટરના હાથમાં આવી, શહેરમાં કામ વગર ફરવાનો વીડિયો વાઇરલ - શહેરમાં સીન સપાટા
🎬 Watch Now: Feature Video
ગોંડલઃ કોરોનાના કહેર અને લોકડાઉન સમય વચ્ચે ગોંડલ મામલતદારની ટાટા સુમો 1916 નંબરની લઈ કચેરીના 4 કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ભોજરાજપરા, જલારામ મંદિર સહિતના રોડ ઉપર નીકળી લોકોને ધમકાવી ધોકો કાઢી સીન સપાટા કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ સીટી મામલતદાર જાડેજાને કરવામાં આવતા તેઓ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરોનો બચાવ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતુ અને તેઓને સૂચના આપી દેવામાં આવશે તેવું જણાવાયું હતું. અલબત્ત આ ઘટનાથી શહેરમાં ચર્ચાઓ થઈ રહી છે કે હાલ પોલીસનું કામ નવરાશની પળોમાં રેવન્યુ શાખાના કોમ્પ્યુટર ઓપરેટરો કરી રહ્યા છે, જો તેઓને આ કામ કરવાનું હોય તો પોલીસ શુ કામ કરશે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.