જામનગરમાં PM નરેન્દ્ર મોદીની શપથ વિધિનું LIVE પ્રસારણ કરાયું - politics
🎬 Watch Now: Feature Video
જામનગર: જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળ સાથે શપથ લીધા ત્યારે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ નું LIVE પ્રસારણ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં સાંસદભવન ખાતે ભવ્ય શપથ ગ્રહણ વિધિ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી અમિત શાહ, પુરષોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાને ટીમ મોદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગરમાં કાર્યકર્તાઓ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણનું LIVE પ્રસારણ નિહાળ્યું હતું અને તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું છે. આ કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી, શહેર પ્રમુખ હસમુખ હિંડોશા તેમન કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા.