અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી, 190માંથી 80 કોર્પોરેટરો રહ્યા હાજર - The general meeting of the corporation was held at Tagore Hall
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે છ મહિના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ટાગોર હોલ ખાતે મળી હતી. જેમાં 190 માંથી 80 કોર્પોરેટરો ફિઝિકલી હાજર રહ્યાં હતા, જ્યારે અન્ય કોર્પોરેટરોએ ઓનલાઇન હાજરી આપી હતી. આ બેઠકમાં હાજર રહેલા તમામ કોર્પોરેટરના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી પાંચ કાઉન્સિલરના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. સરદારનગર, કુબેર નગર, સરખેજ વટવાના કોર્પોરેટરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ બોર્ડ મિટિંગમાં હાજર રહ્યા નહોતા, તેમજ 20થી વધુ કાઉન્સિલરોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ કોરોન્ટીન થયા હતા.