જૂનાગઢઃ કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ - Bharat Vikas Parishad
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ કેશોદમાં ભારત વિકાસ પરિષદ તેમજ સામાજીક વનીકરણ રેંજ કેશોદના સંયુક્ત ઉપક્રમે ફળ ફળાદી તેમજ ઔષધીઓ સહીત આશરે 1375 જેટલા વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. રવિવારે કેશોદ શહેરના બસ સ્ટેશન રોડ, વૈભવ બુક સ્ટોર પાસે વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યું હતું. જેમાં આસોપાલવ, કરેણ, કરંજ, આમળા, આંબલી, સહીતના ફળ ફળાદી તેમજ ઔષધીય વૃક્ષોના રોપાનું વિતરણ કરવામા આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના હોદેદારો, વન રક્ષક જોટવા તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.