ગોંડલની ગોંડલી નદીમાં 3 યુવાનો તણાયા, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી - 3 youths stranded in Gondali river
🎬 Watch Now: Feature Video
રાજકોટ: શાપર વેરાવળમાં આંબેડકરનગરમાં રહેતાં પ્રદીપ વાણીયા તથા અમદાવાદથી આવેલા મિત્રો દેવ શુકલા તથા કનીશ પરમાર બપોરના સમયે ગંજીવાડા નજીક મેલડી માતાના મંદિર નજીક ફાર્મ હાઉસે આવ્યા હતાં, ત્યારે બાજુમાં જ ગોંડલી નદીમાં ભારે વરસાદના નદીમાં પૂર આવતા કોઝવે પર બાઇક સાથે બે અજાણ્યા યુવાનો તણાયા હતાં. દેવ શુકલા, પ્રદીપ અને કનીશને બચાવવા નદીમાં કૂદી પડયાં હતાં. જ્યારે પાણીનો પ્રવાહ વધારે હોવાથી પાંચેય યુવાનો ડૂબવા લાગતા દેવ શુકલાને તરતાં આવડતું હોવાથી મહામુસીબતે તેણે પ્રદીપ અને કનીશના હાથ પકડી ડુબતા બચાવી લેતા આ ત્રણેય મિત્રોનો બચાવ થયો હતો. જ્યારે ડૂબી રહેલાં બન્ને અજાણ્યા યુવાનો પાણીમાં લાપતા બનતા ગોંડલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ, નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, ગોંડલ પોલીસ સ્ટાફ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોચીને પાણીમાં તણાયેલા બંને યુવાનોની શોધખોળ શરુ કરી હતી.