સ્થાનિક સ્વરાજની અન્ય સંસ્થાઓના હોદ્દેદારોના નામ જલદી જાહેર કરાશે: નીતિન પટેલ - Names of Mayors in Municipal Corporations
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: વિધાનસભા ખાતે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રણ મહાનગરપાલિકાઓ અમદાવાદ, ભાવનગર અને વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ દંડક અને શાસક પક્ષના નેતાની વરણી કરવામાં આવી છે. હવે આગામી સમયમાં ભાજપની પાર્લામેન્ટરી કમિટી બાકી રહેલી મહાનગરપાલિકાઓ અને સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક કરશે. આ માટે ટૂંક સમયમાં પાર્લામેન્ટરી કમિટી મળશે. દરેક જાતિ સમાજને પ્રતિનિધિત્વ મળે તે પ્રમાણે નિમણૂક કરવાનું નક્કી થયું છે.