જામનગરમાં મનપા દ્વારા ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે પીવાનું પાણી - jamnagar
🎬 Watch Now: Feature Video
જામનગરઃ ઉનાળામાં પીવાના પાણીની તંગી અનેક સોસાયટીમાં જોવા મળતી હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે તે સોસાયટીમાં પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જામનગરમાં નવા ભળેલા સીમ વિસ્તારમાં હાલ પાણીની તંગી જોવા મળી રહી છે. ખાસ કરીને મહાનગરપાલિકા હદમાં આવતી સોસાયટીઓમાં સમય સર પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આમ જામનગરમાં આજે નવા ભળેલા વિસ્તારોમાં મહાનગરપાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડી રહી છે અને સોસાયટીના રહીશોને પીવાના પાણીની તંગી ન પડે તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.