અરે..આ શું બોલી ગયા પાદરા ભાજપના પૂર્વ MLA દિનુમામા, જૂઓ વીડિયો - Bhajap leader Dinesh patel
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ પાદરામાં આવેલી ચોકસી કે કે ગર્લ્સ સ્કુલની બિલ્ડિંગનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પાદરા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દીનુમામા ઉર્ફે દિનેશ પટેલ તથા છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન દિનેશ પેટલ ભાષણ આપી રહ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન દિનેશ પટેલની જીભ લપસી હતી. ભાજપ નેતા દિનુમામા ભાજપના વખાણ કરી રહ્યાં હતા અને વાનર સેનાને કારણએ રામ જીત્યા તેવું ઉદાહરણ આપી ભાજપ કાર્યકોરને ભાજપને અને મોદીનો સંપૂર્ણ સાથ આપવા અંગે વાત કરી રહ્યાં હતાં. આ દરમિયાન દિનુમામા એટલા ઉત્સાહિત થઈ ગયા કે તેમને ખબર ન પડી કે તેઓ શું બોલી રહ્યા છે. રામ રાવણ ઉદાહરણ આપતા તેઓ બોલ્યા કે જે રીતે રામે રાવણને પતાવ્યો તે જ રીતે આપણે મોદીને પતાવવાના છે. તેમના આ ભૂલચુક નિવેદનને લઈ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.