પાટણમાં બિનસચિવાલયની પરીક્ષા રદ કરવા કોંગ્રેસે ધરણા કરી આવેદન આપ્યું - બિન સચિવાલય ક્લાર્ક પરિક્ષા મામલો
🎬 Watch Now: Feature Video
પાટણઃ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે 39 જેટલી ફરીયાદો ઉમેદવારોએ સરકારને આપી છે. છતાં પણ સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી. જેથી સમગ્ર રાજ્યમાં પરિક્ષાર્થીઓ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણ યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણાં કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચારો પોકારી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે આવી પહોંચી અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પરિક્ષાર્થીઓને યોગ્ય ન્યાય મળી રહે તે માટે આવેદન આપી બિન સચિવાલય ની પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી.તેમજ આગામી 9 ડિસેમ્બરે કોંગ્રેસ વિધાર્થીઓના હીતમાં બિનસચિવાલયની પરીક્ષા રદ કરાવવા મામલે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વિધાનસભામાં કૂચ કરશે.