રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી - રાજકોટ જિલ્લા પંચાયતના સમાચાર
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લા પંચાયતની ચૂંટણી જ યોજાયા બાદ બુધવારે પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. વિધિવત રીતે પ્રમુખ તરીકે ભુપત બોદરની વરણી કરવામાં આવી છે જેના નામની દરખાસ્ત પીજી કિયાળા દ્વારા કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે સવિતાબેનની વરણી થઈ છે જેના નામની દરખાસ્ત મોહનભાઈ દફડા દ્વારા કરવામાં આવી છે. બુધવારે પ્રમુખપદે વરણી થયા બાદ ભુપતભાઇ 6 દિવસની અંદર નવું બોર્ડ બોલાવશે જેમાં બજેટ અને અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં 8 સમિતિઓ મુખ્ય માનવામાં આવે છે. જેમાં શિક્ષણ, બાંધકામ, સામાજિક કલ્યાણ, સહિતનાનો સમાવેશ થાય છે.