ઉત્તરાયણ પર વાહનચાલકોને પતંગના દોરાથી રક્ષણ આપવા તંત્રનો પ્રયાસ - ભરૂચ સમાચાર
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ ઉત્તરાયણના પર્વ પર વાહનચાલકોને પતંગના દોરાથી રક્ષણ અપવાવવા ભરૂચ નગર સેવા સદન દ્વારા ભોલાવ ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવ્યા છે. ઉત્તરાયણનાં તહેવારમાં પતંગના ઘાતક દોરાથી અનેક વાહન ચાલકો ઘવાતા હોય છે. જેથી આવા બનાવોને અટકાવવાં ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ભોલાવ ફ્લાય ઓવરબ્રિજ પર બ્રિજની બંને તરફ તાર લગાવવામાં આવ્યા છે. વાહન ચાલકોને પતંગનાં દોરાથી સુરક્ષા આપવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ઉત્તરાયણના પર્વ પર પતંગનાં દોરાથી કોઈ ઘાતક બનાવ ન બને તે માટે મોટા ભાગના ફ્લાય ઓવરબ્રિજનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તો ભરૂચમાં તંત્ર દ્વારા તાર લગાવી વહન ચાલકોને સુરક્ષા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.