રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ મુદ્દે રાજકોટમાં બેંક કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન - બેંક કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ દેશની રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ મુદ્દે ગુરૂવારે રાજકોટની તમામ રાષ્ટ્રીયકૃત બેંકોએ હડતાળને ટેકો જાહેર કરતા અંદાજે 2 હજાર કરતા વધુ કર્મચારીઓ રાજકોટથી હડતાળમાં જોડાયા હતા. શહેરના પરાબજાર ખાતે હાથમાં વિવિધ બેનરો સાથે કર્મીઓએ હડતાળને સમર્થન આપ્યું હતું. તેમજ તેમની માગ પૂર્ણ ન થાય તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.