જામનગર રેલવે સ્ટેશન પર પાંચ મહિના બાદ પેસેન્જર ટ્રેનનું આગમન - ઓખાથી જગનાથપુરી
🎬 Watch Now: Feature Video
જામનગરઃ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ચહલપહલ જોવા મળી હતી. ઓખાથી જગન્નાથપુરી તરફ જતી ટ્રેન બુધવારના રોજ જામનગર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લગભગ 5 મહિના જેટલા સમયગાળા બાદ બુધવારના રોજ જામનગર રેલવે સ્ટેશને પેસેન્જર ટ્રેનનું આગમન થયું હતું. ઓખાથી પુરીના ખુર્દા રોડ તરફ જતી ટ્રેન જામનગર રેલવે સ્ટેશન પર પહોંચી હતી. કોરોનાની મહામારીના કારણે લગભગ પાંચેક મહિનાથી રેગ્યુલર પેસેન્જર ટ્રેનો બંધ છે. માત્ર વિશેષ ટ્રેન દોડી રહી છે. જામનગરમાંથી પાંચ મહિના જેટલા લાંબા ગાળા બાદ પેસેન્જર ટ્રેનનું આગમન થતાં રેલવે સ્ટેશન ખાતે પ્રવાસીઓની ચહલપહલ જોવા મળી હતી. કોરોના મહામારીમાં મોટાભાગની ટ્રેનો બંધ કરવામાં આવી હતી, ત્યારે જામનગર રેલવે સ્ટેશન પર બુધવારના રોજ ટ્રેન શરૂ થતા પ્રવાસીઓમાં પણ ખુશાલી જોવા મળી હતી. લાંબા સમય બાદ પેસેન્જર ટ્રેન શરૂ થતા જામનગરમાં પર પ્રાંતીય મજૂરો કામ ધંધા અર્થે આવ્યા છે, તેઓ પોતાના વતન પણ જઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાંથી ઉપડેલી ટ્રેન જામનગરથી જગન્નાથપુરી સુધી જશે.