અમદાવાદઃ ટ્યુશન કલાસ શરૂ કરવાની પરવાનગી નહીં અપાતા સંચાલકોએ કર્યો વિરોધ - ETV Bharat News
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અનલોક શરૂ થયા બાદ તમામ ક્ષેત્રે પરવાનગી આપવામાં આવી છે, જો કે, હજુ સુધી ખાનગી ટયુશન ક્લાસિસને પરવાનગી આપવામાં આવી નથી, જેના કારણે છેલ્લા કેટલાય સમયથી કર્મચારીઓના પગાર અને આવકનો સ્ત્રોત બંધ થઈ ગયો છે, જેને લઈને ખાનગી ટયુશન સંચાલકો દ્વારા રવિવારે વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ જ્યારે અનલોક શરૂ થયું ત્યારે પણ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમછતાં પણ તેમની સમસ્યાનું નિવારણ ના આવતા રવિવારે ફરીથી સુભાસબ્રીજ સર્કલ ખાતે સંચાલકો ભેગા થયા હતા અને મૌન રહી કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો.