જામકંડોરણા નજીક બે કાર વચ્ચે અકસ્માત, કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયાએ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા - latest news in Accident
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જામકંડોરણાના નંદન પાપડ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં ચાર મહિલાઓને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. આ અકસ્માત વખતે કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. અકસ્માત થતાં તેેમણે પોતાની કાર રોકીને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ અને જામકંડોરણાની છાત્રાલયની એમ્બ્યુલન્સ દ્વારા જામકંડોરણાની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે બાદમાં આ ઇજાગ્રસ્તોને જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.