વડોદરા: આમ આદમી પાર્ટીએ કૃષિ બિલ પાછું ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપ્યું - Demand for withdrawal of agriculture bill in Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા: હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્ય વિધેયક કૃષક સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક કૃષિ સેવા કરાર વિધેયક પસાર કરવામાં આવ્યા છે. જેનો વિરોધ કરતા વડોદરા શહેર આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ જયેશ સંગાડાની આગેવાનીમાં અગ્રણી, હોદ્દેદારોએ સોમવારે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યુ હતું. સાથે જ કૃષિ કાયદા બીલ પાછું ખેંચી લેવા રજૂઆત કરવામાં આવી હતી.