વડોદરાના આજવા રોડની દુકાનમાં આગ લાગતા અફરાતફરી - વડોદરામાં આગ
🎬 Watch Now: Feature Video
વડોદરા: આજવા રોડ ખાતે મધુપુરી કોમ્પલેક્ષમાં આવેલી વ્રજ ઇલેક્ટ્રોનિક્સ નામની એક બંધ દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતાં અફરાતફરી મચી હતી. વહેલી સવારે દુકાનમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના રહીશો એકત્ર થઈ ગયા હતા. રહીશો દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.