અમેરિકાથી ચિકન લેગપીસની આયાત, ભારતીય પૉલ્ટ્રી ઉદ્યોગની કમર તોડી નાંખશે: સુરેશ ચિત્તુરી - NON-VEG AND USA
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે, તે સમજવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. BSNLનો કેટલોક હિસ્સો વેચી દેવાનો હોય કે, અન્ય ક્ષેત્રોમાં મંદીનો માર, તમામ દિશામાં સરકાર નિષ્ફળ જઈ રહી છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલાં વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લેવાયો છે. જેમાં હવે અમેરિકા પોતાના ત્યાંના ચીકન લેગપીસ ભારતમાં નિકાસ કરશે. એટલે કે, અમેરિકા ભારતમાં મરઘાનું બજાર ખોલશે. આ માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારત આવશે, તે દરમિયાન મહત્વના કરાર કરાશે. આ કરાર અને મરઘાની નિકાસનો અહેવાલ રાયટર્સે આપ્યો છે. ત્યારે ભારતીય ચીકન ક્ષેત્રના ઉદ્યોગોએ તેની અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે. આંતરરાષ્ટ્રીય એગ કમિશનના અધ્યક્ષ સુરેશ ચિત્તુરીએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા ચેતવણી આપી છે કે, જો અમેરિકા ભારતમાં ચિકલ લેગપીસની નિકાસ કરશે તો તેનાથી ફક્ત ભારતીય મરઘા ઉદ્યોગ જ નહીં, પરંતુ કૃષિ ક્ષેત્રને પણ વિપરીત અસર થશે. અમેરિકનો કેમ ચિકન લેગપીસ પસંદ નથી કરતાં? તેઓ ભારતમાં લેગપીસના નિકાસ માટે કેમ આતુર છે? જૂઓ સુરેશ ચિત્તુરી સાથે ખાસ વાતચીત..