અમદાવદમાં વધુ એક બીઆરટીએસ બસ અકસ્માત, બે પેસેન્જરને સામાન્ય ઇજા - બસ અકસ્માત
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસનું ટાયર ફાટતાં બસ વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતના સમયે બસમાં 4 પ્રવાસીઓ સવાર હતા. મહત્વનું છે કે શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ઈસરો નજી સવારે 11 વાગ્યે BRTS બસનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં 4 પેસેન્જર સવાર હતાં. જેમાંથી બે પેસેન્જરને સામાન્ય ઈજાઓ થઈ છે. બસની આગળ અન્ય કોઈ બસ કે વાહન ન હોવાના કારણે નજીક ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને જાનહાની થઈ નથી. ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ અને બીઆરટીએસ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.