પોરબંદરના પાલખડામાં ખનીજ ચોરોએ પોલીસ પર કર્યો હુમલો - ખનીજ ચોરો
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ પોરબંદરના પાલખડા ગામે રેતી ચોરી કરીને જતા એક ટ્રકને પોલીસે રોકતા વાહન ચાલકે પોલીસ પર હુમલો કર્યો હતો. જેથી પોલીસ જવાન પીયૂશ સીસોદીયાને હાથમાં ઇજા થઈ હતી. આ ઘટના બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ હુમલો કરનાર ટ્રક ચાલક સહિતના ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. ટ્રક જપ્ત કરી હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.