પોરબંદરના ભડ ગામે કેનાલમાં ડૂબી જતા 12 વર્ષીય તરુણનું મોત - ભડ ગામે કેનાલમાં ડૂબ્યો યુવાન
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ પોરબંદરમાં ભડ ગામે બાર વર્ષના યુવાનનો કેનાલમાં પગ લપસતા ડૂબી ગયો હતો. બાદમાં મહામુસીબતે ગ્રામજનો તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસક્યુ કરી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. અદિત્યણા રહેતો હિતેશ વઢીયા નામનો બાર વર્ષનો યુવાન ભડ ગામે માસીને ત્યાં રોકાવા ગયો હતો.આ દરમિયાન બપોરના સમયે કેનાલમાં પગ લપસતા કેનાલમાં ગરકાવ થયો હતો અને તેની શોધખોળ કરવા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. બાદમાં મહામુસીબતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 12 વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.