હિમવર્ષામાં વરઘોડો, 4 કિમી પદયાત્રા કરીને દુલ્હન લેવા પહોંચ્યાં વરરાજા, જુઓ વીડિયો - લુન્તરા ગામમાં હિમવર્ષા
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ: હિમવર્ષા વચ્ચે એક અજોડ લગ્ન જોવા મળ્યા છે. લુન્તરા ગામમાં હિમવર્ષાની વચ્ચે વરરાજા બરફમાં પગપાળા કરીને પોતાની દુલ્હનને લેવા જઇ રહ્યો છે. ચમોલીમાં મૌસમ વિભાગ મુજબ જણાવામાં આવ્યું હતું કે, સત્તત હિમવર્ષા બાદ સાંજે 4 વાગ્યા બાદ મૌસમ સાફ રહેશે, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા રાત્રે હિમવર્ષા થઇ હતી. જેથી જનજીવન પ્રભાવી થયું હતું. વસંત પંચમીના દિવસે પહાડી વિસ્તારોમાં લગ્ન માટે સારો મૂહર્ત માનવામાં આવે છે. આ તમામ વચ્ચે ઘાટ બ્લોકના લુન્તરા ગામના રહેવાસી વરરાજા ચંદન હિમવર્ષાની વચ્ચે 4 કિલોમીટર ચાલીને પોતાની દુલ્હન દિપાને લેવા બિજાર ગામ પહોંચ્યાં હતાં. વધુ માટે જુઓ વીડિયો...